ડેરિવેટિવ ટ્રેડિંગ સરળ બનાવેલ છે.

ફ્યુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગ - તમારી આંગળીઓના ટેરવે!

+91
આગળ વધીને, તમે બધા નિયમો અને શરતો* સાથે સંમત થાવ છો
hero_form
DerivativeBanner

ડેરિવેટિવ્ઝ

20

તમામ ટ્રેડ માટે

કિંમત

0

એકાઉન્ટ ખોલવું

મ્યુચ્યુઅલ ફંડ

0

કમિશન

ફ્યૂચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગ

ટેક્નોલોજી દ્વારા સંચાલિત
fno360screen

FnO 360

ડેરિવેટિવ્સ ટ્રેડિંગ માટે 5Paisa's સમર્પિત પ્લેટફોર્મ

ડેવલપર APIs

પોતાનું ટ્રેડિંગ ટર્મિનલ બનાવો

મફત API

મફતમાં રિયલ ટાઇમ માર્કેટ ડેટા, ટ્રેડ ડેટા અને ટ્રેડિંગ API.

ક્લાયન્ટ લાઇબ્રેરી

તૈયાર ક્લાયન્ટ લાઇબ્રેરી, 6 ભાષાઓમાં ઉપલબ્ધ જેમ કે પાયથોન, જાવા, નોડજેએસ, C#, ગોલાંગ, PHP.

હાઇ પરફોર્મન્સ અને સ્કેલેબિલિટી

600 ઑર્ડર/મિનિટના ઑર્ડર આપવાના સમય અને 15 મિલિ સેકન્ડના પ્રતિસાદ સમય સાથે મજબૂત અને સુપરફાસ્ટ API*. API ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યક્ષમ રીતે સિસ્ટમની કાર્યક્ષમતા વધારો

API ની વિપુલતા

ઑર્ડર પ્લેસમેન્ટ, માર્કેટ ફીડ, વેબસોકેટ, ઐતિહાસિક ડેટા વગેરેની વિવિધ API, જે તમામ ઑટોમેટેડ ટ્રેડિંગ જરૂરિયાતોને પૂર્ણ કરે છે

અલ્ટિમેટ ટ્રેડર ડિલાઇટની ઘણી બધી વિશેષતાઓ

100% કોલેટરલ લાભ

તમારા FnO ટ્રેડ માટે 50% કૅશ માર્જિન જાળવવાની જરૂર નથી. 'માર્જિન પ્લસ' સાથે, મેળવો માર્જિન ફંડિંગ સૌથી ઓછા વ્યાજ દરે - પ્રતિદિન @ 0.03% થી શરૂ*, ઇન્ટ્રાડે ફંડિંગ પર 0% વ્યાજ.

એડવાઇઝરી

ઇન્ટ્રાડે, શોર્ટ ટર્મ, બાસ્કેટ અને એક્સપાયરી ડે માટે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ પર સલાહ મેળવો. બાસ્કેટ એડવાઇઝરી તમને એક ક્લિકમાં અમલમાં મૂકી શકાય તેવું સંપૂર્ણ બાસ્કેટ આપે છે.

ક્વિક રિવર્સ

જ્યારે માર્કેટ આઉટલુકમાં ફેરફાર થાય છે, ત્યારે એક ક્લિકમાં ઝડપથી તમારી લોન્ગ પોઝિશનને શોર્ટ પોઝિશનમાં રિવર્સ કરો કે તેનાથી ઊલટું કરો .

તમારી પોઝિશનનું વિશ્લેષણ કરો

'વિશ્લેષણ કરો' બટનથી તમારી પોઝિશનનું ઝડપી વિશ્લેષણ કરો. તમારા મહત્તમ સંભવિત નુકસાન, નફા, બ્રેક ઇવન પૉઇન્ટ અને અન્ય વિશે એક ક્લિકમાં જાણો

બાસ્કેટ ઑર્ડર

બાસ્કેટ ઑર્ડર સાથે એક જ વારમાં 10 સુધીના વિવિધ ઑર્ડર આપો. બાસ્કેટ તમને તમારી સ્ટ્રેટેજીને અમલમાં મૂકવામાં અને તમારી પોઝિશનને હેજ કરીને માર્જિન લાભ મેળવવામાં પણ મદદ કરે છે.

ક્વિક ઑપ્શન

ક્વિક ઑપ્શન ટ્રેડ સાથે તમારા વ્યૂ મુજબ ટ્રેડ કરો. તમારા માર્કેટ આઉટલુક અનુસાર એક જ સ્વાઇપ પર પૂર્વનિર્ધારિત ઑપ્શન ટ્રેડ મેળવો.

શીખો ડેરિવેટિવ, સંગે

  • કુલ વિડિયો

    42

  • કુલ કોર્સ

    32

તમારી આંગળીઓના ટેરવે અમારા પાર્ટનર પ્લેટફોર્મ

કોડિંગ વગર તમારા ટ્રેડને મેનેજ કરો, ક્યારેય પણ

જુઓ

100% વેબ અને મોબાઇલ આધારિત પ્લેટફોર્મ

જુઓ

તમારા પોતાના ટ્રેડ અને સ્ટ્રેટેજી બનાવો અને તેનું વિશ્લેષણ કરો

જુઓ

તમારી નાણાંકીય વૃદ્ધિને સરળ બનાવો

જુઓ

ફ્યૂચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગની સમજૂતી

માર્જિનપ્લસ મેળવવાના ટોચના લાભો છે?

  • તમામ સેગમેન્ટમાં ઇન્ટ્રાડે ટ્રેડ માટે ઝીરો કૅશ માર્જિનની આવશ્યકતા, કોઈ વ્યાજ વસૂલવામાં આવતું નથી.
  • એફ એન્ડ ઓમાં 50% રોકડ માર્જિન જાળવવાની જરૂર નથી (ઉદ્યોગમાં સૌથી ઓછું @10.95% પી
  • કૅશ ડિલિવરી ઑર્ડર માટે 100% સુધીનું કૅશ માર્જિન ફંડિંગ મેળવો @ 0.045% પ્રતિ દિવસથી શરૂ.
  • સમગ્ર સેગમેન્ટમાં ઑર્ડર આપતી વખતે માર્જિનપ્લસનું રિયલ ટાઇમ ઍક્ટિવેશન.
  • ફંડિંગની મદદથી શૉર્ટ ટર્મના ટ્રેડ પર તમારી ROI વધારો.

ફંડ શુલ્કનો પ્રકાર

ચાર્જ

ઇન્ટ્રાડે રેટ (તમામ સેગમેન્ટ) 0.00%
F&O સેગમેન્ટ માટે ઓવરનાઇટ રેટ
0.04% પ્રતિ દિવસ (નેટવર્થ ₹5 લાખથી ઓછી*)
0.03% પ્રતિ દિવસ (નેટવર્થ ₹5 લાખથી વધુ*)
ડિલિવરી કૅશ સેગમેન્ટ (MTF) પર રેટ
0.06% પ્રતિ દિવસ (નેટવર્થ ₹5 લાખ સુધી*)
0.05% પ્રતિ દિવસ (₹5 લાખથી ₹1 કરોડ સુધીની નેટવર્થ*)
0.045% પ્રતિ દિવસ (નેટવર્થ ₹1 કરોડથી વધુ*)

ફ્યૂચર અને ઑપ્શન ટ્રેડિંગ શું છે?

ડેરિવેટિવ ટ્રેડિંગ આજે સ્ટૉક માર્કેટમાં એક મોટી વસ્તુ છે. ફ્યૂચર અને ઑપ્શન એ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને અને પછીની તારીખે થતા સ્ટૉક ટ્રેડિંગના ડેરિવેટિવ પણ છે. ટ્રેડ ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ બે પાર્ટી વચ્ચે અમલમાં મૂકવામાં આવેલા કોન્ટ્રાક્ટ દ્વારા સ્ટૉકમાં ડીલ કરે છે, જેમાં સ્ટૉકની કિંમત પૂર્વનિર્ધારિત કરવામાં આવેલી હોય છે. તે જ રીતે, ઑપ્શન ટ્રેડિંગ પણ પછીથી નિશ્ચિત કિંમત પર સ્ટૉક વેચવાના કોન્ટ્રાક્ટની ડીલ કરવાની એક પદ્ધતિ છે.

જો કે, ફ્યૂચર્સ અને ઑપ્શન્સના ટ્રેડિંગમાં એક મૂળભૂત તફાવત છે. ટ્રેડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ આવશ્યકપણે નિર્ધારિત તારીખે અમલી થવો જોઈએ (એટલે કે વેચાણ ખરીદનાર તરફે થવું જોઈએ), જ્યારે ઑપ્શન્સ ટ્રેડિંગમાં ખરીદનારને અધિકાર છે પરંતુ તે સંમત ટ્રેડ ડેરિવેટિવ ખરીદવા માટે બંધાયેલા નથી. એવું લાગે છે કે ઑપ્શન્સ ટ્રેડિંગ એ ફ્યૂચર્સ ટ્રેડિંગ કરતાં થોડું વધુ સુરક્ષિત છે, કેમ કે જો કોન્ટ્રાક્ટની તારીખે સ્ટોકના ભાવ અનુકૂળ ન હોય તો ખરીદદાર પાસે ટ્રેડને નકારવાનો અધિકાર હોય છે.

ફ્યૂચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગનો ઉપયોગ, મોટેભાગે, માર્કેટ પ્રોફેશનલ દ્વારા હેજિંગની અસરકારક પદ્ધતિ તરીકે કરવામાં આવે છે. જો સ્ટૉકની કિંમત વધી રહી ન હોય તો, અગાઉથી ડેરિવેટિવ કિંમત નક્કી કરવાથી અને કોન્ટ્રાક્ટનો અમલ કરવાથી તેમને વેચાણ કિંમત નિર્ધારિત કરવામાં મદદ મળે છે.

આ કહ્યા સાથે, ટ્રેડિંગની આ પદ્ધતિમાં તેના પોતાના જોખમો છે. જ્યારે ફ્યૂચર્સ અને ઑપ્શન્સ ટ્રેડર, કોઈ સ્ટૉક પર એક પોઝિશન નક્કી કરે છે અને તેના મૂલ્યના આધારે કરાર કરે છે, ત્યારે કિંમત નિર્ધારિત થાય છે - જો સ્ટૉક તેની વિપરીત દિશામાં જાય, તો ટ્રેડરને ભારે નુકસાન સહન કરવું પડે છે.

ફ્યૂચર્સ અને ઑપ્શન્સમાં કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ?

ફ્યૂચર્સ અને ઑપ્શન્સનું ટ્રેડિંગ દરેક માટે નથી, કારણ કે તેના માટે સ્ટૉક માર્કેટના ડાયનેમિક્સનું ઊંડું જ્ઞાન અને આગામી કેટલાક મહિનાઓ અથવા દિવસોમાં સ્ટૉકની કિંમત ક્યાં જશે તેનો સાહજિક અંદાજ જરૂરી છે. ત્રણ પ્રકારના પ્રોફેશનલ હોય છે, જેઓ સામાન્ય રીતે f&o ટ્રેડિંગમાં ભાગ લે છે. ચાલો જોઈએ કે તેઓ કોણ છે.

  • હેજર્સ
  • હેજિંગ એક ટ્રેડિંગ વ્યૂહરચના છે, જેનો હેતુ ટ્રેડ થતા ફાઇનાન્શિયલ ડેરિવેટિવમાં આંતરિક જોખમને ઘટાડવાનો છે. F&O ટ્રેડિંગ દ્વારા સ્ટૉકની કિંમતોની અસ્થિરતાને મર્યાદિત કરીને, હેજર્સ તેમના સ્ટૉકની સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે નફો મેળવી શકે છે. જો કે, જ્યારે કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન સંબંધિત સ્ટૉકની કિંમત વધે છે, ત્યારે ફ્યૂચર્સમાં ડીલ કરનારા હેજર્સને ભારે નુકસાન થવાની સંભાવના છે. અહીં, જેઓ ઑપ્શન્સમાં ટ્રેડ કરે છે, તેઓ ખરીદી ના કરીને તેમના ઇન્વેસ્ટમેન્ટને બચાવી શકે છે.

  • સ્પેક્યુલેટર્સ
  • આ પ્રોફેશનલ પૂર્વાનુમાનિત સ્ટૉક પ્રાઇસ પેટર્નના આધારે તેમના ફ્યૂચર્સ ઑપ્શન્સ ખરીદે અને વેચે છે. સ્પેક્યુલેટર્સ માર્કેટ પર સ્ટૉકની ચાલ પર ઝીણવટભરી નજર રાખે છે અને તેમાં વધારા કે ઘટાડાની આગાહી કરે છે. જો કોઈ સ્ટૉકમાં વધારાની આગાહી કરી હોય, તો સ્પેક્યુલેટર્સ જ્યારે તેનું મૂલ્ય વધે ત્યારપછી તેને વેચી શકાય તે માટે તેને ઓછી કિંમત પર ખરીદી લે છે, અને તેનાથી વિપરીત કરે છે.

  • આર્બિટ્રેજર્સ
  • આ પ્રોફેશનલ ફ્યૂચર ઑપ્શનના ટ્રેડિંગમાં મોટા પાયે કામ કરે છે. ઉચ્ચ જથ્થામાં સોદા કરીને, આર્બિટ્રેજર્સ f&o ટ્રેડિંગમાં એક પોઝિટિવ તફાવત સાથે નફા અને નુકસાનને સરભર કરવાનો પ્રયાસ કરે છે અને જેના પરિણામે જોખમ-મુક્ત લાભ મેળવે છે. આ પ્રોફેશનલ ટ્રેડિંગ પર ઝીણવટભરી નજર રાખે છે અને માર્કેટની બિનકાર્યક્ષમતામાંથી લાભ મેળવે છે.

ફ્યૂચર્સ અને ઑપ્શન્સમાં ટ્રેડિંગના ફાયદાઓ

ફ્યૂચર્સ અને ઑપ્શન્સમાં ટ્રેડિંગ દ્વારા ઇન્વેસ્ટર માર્કેટના અત્યંત લાભદાયી વાતાવરણમાં પ્રવેશે છે, જે નિર્ધારિત માર્જિન પર આધારિત બહુગુણિત નફા સાથે કામ કરે છે. માર્કેટની અસ્થિરતા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માંગતા પ્રોફેશનલ ફ્યૂચર્સ અને ઑપ્શન્સના ટ્રેડિંગમાં જોડાય છે; જો કે, આ માર્કેટમાં વધુ અનુભવ મેળવવા માંગતા કોઈપણ વ્યક્તિ પણ પોતાના જોખમે ડૂબકી લગાવી શકે છે. ફ્યૂચર્સ અને ઑપ્શન્સ ઉચ્ચ વળતરની તક પ્રસ્તુત કરે છે. જો કે, બિનઅનુભવી લોકો માટે, નુકસાન પણ ખૂબ ઊંચું હોય છે.

ફ્યૂચર્સ ટ્રેડિંગના ફાયદાઓ

  • સ્ટૉકની કિંમત આગાહી કરેલ દિશામાં આગળ વધે તેના આધારે, કોઈ ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ ધારક શેર માર્કેટમાં ફ્યૂચર્સ અને ઑપ્શન્સના આધારે ફ્યૂચર્સ બ્રોકર સાથે નિર્ધારિત માર્જિનના સીધા ગુણાંકમાં નફો મેળવી શકે છે.
  • માર્કેટમાં ઉપલબ્ધ ફ્યૂચર્સના ઊંચા જથ્થાને કારણે, ભાવની વધઘટ બહુ તીવ્ર હોતી નથી, જે આ ઇન્વેસ્ટમેન્ટને ખૂબ જ લિક્વિડ બનાવે છે.
  • ફ્યૂચર્સના ટ્રેડિંગ માટે, બ્રોકર્સ ખૂબ ઓછું કમિશન અને બ્રોકરેજ ચાર્જ કરે છે.

ઑપ્શન્સ ટ્રેડિંગના ફાયદાઓ

  • ઑપ્શન્સ ટ્રેડિંગ વ્યાજબી હોય છે. સીધા સ્ટૉક ખરીદવાની તુલનામાં, ઇન્વેસ્ટર જો યોગ્ય કૉલ પસંદ કરે તો સમાન સ્ટૉક ઑપ્શન્સમાં ટ્રેડિંગ કરતી વખતે વધુ લાભ અને ઉચ્ચ જથ્થો મેળવી શકે છે.
  • ઑપ્શન્સમાં ફ્યૂચર્સ કરતાં ઓછું જોખમ હોય છે, જો કિંમતો અનુકૂળ ન હોય તો ખરીદી કરવી ફરજિયાત નથી.
  • ઑપ્શન્સમાં, સીધા સ્ટૉકમાં ટ્રેડિંગની સરખામણીએ, ઇન્વેસ્ટમેન્ટ પર વધારે રિટર્ન મળે છે, જે ઘણા અનુભવી ઇન્વેસ્ટરને આકર્ષિત કરે છે.
  • ઑપ્શન્સ, ઇન્વેસ્ટરને સીધા ટ્રેડિંગ સિવાયના અન્ય માર્ગો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યો પ્રાપ્ત કરવાના વિકલ્પો પ્રદાન કરે છે, જે નફાને વેગ આપે છે.

ફ્યૂચર્સ અને ઑપ્શન્સના પ્રકાર

  • સ્ટૉક ફ્યૂચર્સ: અંતર્ગત સ્ટૉકમાંથી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને સ્ટૉક ફ્યૂચર્સ કહેવાય છે.
  • ઇન્ડેક્સ ફ્યૂચર્સ: સમગ્ર માર્કેટ ઇન્ડેક્સ પર ટ્રેડ કરતા ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટને ઇન્ડેક્સ ફ્યૂચર્સ કહેવાય છે.
  • કરન્સી ફ્યૂચર્સ: એકબીજા સામે કરન્સી ટ્રેડ કરતા ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટને કરન્સી ફ્યૂચર્સ કહેવાય છે.
  • ઇન્ટરેસ્ટ રેટ ફ્યૂચર્સ: ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર ટ્રેડ કરતા ફ્યૂચર્સને કૉમોડિટી ફ્યૂચર્સ કહેવાય છે.
  • કૉમોડિટી ફ્યૂચર્સ: કૃષિ, ધાતુઓ અને અન્યના આધારે ટ્રેડ કરતા ફ્યૂચર્સ ઑપ્શન્સને કૉમોડિટી ફ્યૂચર્સ કહેવાય છે.

ઑપ્શન્સના પ્રકાર

ઑપ્શન્સ મૂળભૂત રીતે બે પ્રકારના હોય છે: કૉલ અને પુટ. ચાલો, તેમના વિશે વિગતવાર સમજીએ.

  • કૉલ ઑપ્શન

  • કોઈપણ ઑપ્શન્સ કોન્ટ્રાક્ટમાં એક સ્ટ્રાઇક કિંમત હોય છે, જેને નિર્ધારિત તારીખે ટ્રેડ કરવી આવશ્યક છે. કૉલ ઑપ્શન દ્વારા ખરીદનારને હસ્તાક્ષર કરેલ કોન્ટ્રાક્ટની શરતો પર અંતર્ગત સંપત્તિ ખરીદવાનો અધિકાર મળે છે. જો કે, ખરીદદાર આ ખરીદી કરવા માટે બંધાયેલા નથી.

  • પુટ ઑપ્શન

  • પુટ ઑપ્શન્સ એ કૉલ ઑપ્શન્સથી તદ્દન વિપરીત છે. આ ઑપ્શન્સ દ્વારા વિક્રેતા ઑપ્શનને કોન્ટ્રાક્ટની સ્ટ્રાઇક કિંમત પર વેચવાનો અધિકાર મેળવે છે પરંતુ તે માટે તે બંધાયેલા નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ડેરિવેટિવ્ઝ એ ફાઇનાન્શિયલ સિક્યોરિટી છે, જે સ્વતંત્ર મૂલ્ય ધરાવતા નથી. તેઓ આંતરિક સંપત્તિના મૂલ્ય પર આધારિત હોય છે. ફ્યૂચર્સ અને ઑપ્શન્સ એ કેપિટલ માર્કેટમાં બે પ્રકારના ડેરિવેટિવ્ઝ છે.

મુખ્યત્વે ચાર પ્રકારના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ હોય છે. તે છે –

  • ફ્યૂચર કોન્ટ્રાક્ટ
  • ફોરવર્ડ કોન્ટ્રાક્ટ
  • ઑપ્શન કોન્ટ્રાક્ટ અને
  • સ્વેપ

ડેરિવેટિવ માર્કેટમાં ચાર પ્રકારના સહભાગીઓ હોય છે. તેઓ હેજર્સ, સ્પેક્યુલેટર્સ, આર્બિટ્રેજર્સ અને માર્જિન ટ્રેડર્સ છે.

એક્સચેન્જ તમામ ફ્યૂચર અને ઑપ્શન કોન્ટ્રાક્ટ માટે કઠોર માર્જિનિંગ સિસ્ટમનું પાલન કરે છે. દરેક સેગમેન્ટ માટે માર્જિનની આવશ્યકતાઓ અલગ હોય છે. વિગતો માટે તમે અહીં ક્લિક કરી શકો છો.

જો કે ફ્યૂચર્સ મોટાભાગે કૉમોડિટી સાથે સંકળાયેલા હોય છે, તેમ છતાં અન્ય સેગમેન્ટ પણ છે જેમાં ફ્યૂચર્સ ઉપલબ્ધ હોય છે. કૉમોડિટી ઉપરાંત, ઇન્ડેક્સ, સ્ટૉક, કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટમાં ફ્યૂચર્સ ઉપલબ્ધ છે.

ફોરવર્ડ કોન્ટ્રાક્ટ અને ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ પ્રકૃતિમાં સમાન હોય છે.

તેઓ બંને ટ્રેડરને નિર્દિષ્ટ સમયે આપેલ કિંમત પર ચોક્કસ પ્રકારની સંપત્તિ ખરીદવા અથવા વેચવાની સુવિધા આપે છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એક ખાનગી અને કસ્ટમાઇઝ કરવા યોગ્ય એગ્રીમેન્ટ છે, જે એગ્રીમેન્ટના અંતમાં સેટલ થાય છે, ત્યારે ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટમાં સ્ટાન્ડર્ડ શરતો હોય છે અને તેને એક્સચેન્જ પર ટ્રેડ કરવામાં આવે છે. આ ઉપરાંત, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સામાન્ય રીતે ઓવર-ધ-કાઉન્ટર ટ્રેડ થાય છે, જ્યારે ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટના કિસ્સામાં કોન્ટ્રાક્ટના અંત સુધી કિંમતો દૈનિક ધોરણે સેટલ કરવામાં આવે છે.

MCX પ્લેટફોર્મ પર ટ્રેડિંગ અઠવાડિયાના તમામ દિવસે થાય છે (શનિવાર, રવિવાર અને એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલ ટ્રેડિંગ રજાઓ સિવાય). માર્કેટનો સમય નીચે મુજબ છે:


કરન્સી માર્કેટ – 
USD INR, GBP INR, EURO INR અને JPY INR સોમવારથી શુક્રવાર: સવારે 9:00 થી સાંજે 5:00

કમોડિટી માર્કેટ –
સોમવારથી શુક્રવાર: સવારે 9:00 થી રાત્રે 11:30 સુધી (ડે લાઇટ સેવિંગના કારણે રાત્રે 11:55 સુધી, સામાન્ય રીતે દરેક નવેમ્બર અને આગામી વર્ષના માર્ચ દરમિયાન)

કૃષિ-કૉમોડિટી સોમવારથી શુક્રવાર 09:00 AM to 05:00 PM
અન્ય કૉમોડિટી (જેમ કે બુલિયન, ધાતુઓ અને ઊર્જા) સોમવારથી શુક્રવાર 09:00 AM to 11:30 PM

 

F&O માં 5paisa સાથે ટ્રેડ કરવા માટે, તમારે ઇન્કમ પ્રૂફ જેવા તમારા જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરીને F&O ઍક્ટિવેટ કરવાની જરૂર છે. જો તમારી પાસે પહેલેથી જ 5paisa સાથે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ હોય, તો તમારે MCX સેગમેન્ટ, એટલે કે કૉમોડિટી સેગમેન્ટના ઍક્ટિવેશન માટે કોઈ વધારાના ચાર્જ આપવાની જરૂર નથી. જો તમે તમારા કૉમોડિટી સેગમેન્ટને ઍક્ટિવેટ કરવા માંગતા હો, તો અમે તમને વિનંતી કરીએ છીએ કે નીચે જણાવેલ માર્ગે તેની પ્રક્રિયા કરો:

પગલું 1: આ પર જાઓ www.5paisa.com અને લૉગ ઇન કરવા માટે ક્લિક કરો 
પગલું 2: ઓળખપત્રો દાખલ કરો
પગલું 3: ઉપર જમણી બાજુ ખૂણા પર ઉલ્લેખિત ક્લાયન્ટ કોડ પર ક્લિક કરો
પગલું 4: તમારા પેજની જમણી બાજુ પરના ક્લાયન્ટ કોડ પર ક્લિક કરો >> પ્રોફાઇલ પસંદ કરો >> મારા સેગમેન્ટ >> વ્યક્તિગત વિગતો.
પગલું 5: પસંદ ન કરેલ સેગમેન્ટના વિકલ્પ પર ક્લિક કરો, F&O સેગમેન્ટ પસંદ કરો (નવી વિનંતીઓ માટે F&O માં MCX અને કરન્સી ડેરિવેટિવ પણ શામેલ છે).